નવી દિલ્હી: લાંબી બિમારી બાદ ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ આજે બપોરે 66 વર્ષની વયે 12:07 મીનિટે અંતિમ શ્વાસ લીધા હતાં. છેલ્લા ઘણાં દિવસોથી અરૂણ જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. મોદી સરકારના પ્રથણ કાર્યકાળમાં તેઓ વડાપ્રધાનના સૌથી નજીક અને ભરોસાપાત્ર વ્યક્તિ હતા.




નોટબંધીઃ પ્રધાનમંત્રી મોદીએ 8 નવેમ્બપ, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની ચલણી નોટ રદ કરી દીધી હતી. મોદી સરકારના આ ફેંસલાને કેન્દ્રીય રિઝર્વ બેંકે માત્ર 4 કલાક પહેલા જ મંજૂરી આપી હતી. પૂરી રણનીતિ ગુપ્ત રાખવા નાણામંત્રી જેટલીની મુખ્ય ભૂમિકા હતી. નોટબંધીના કારણે દેશના કરોડો લોકો હેરાન થયા હતા અને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો.



GST: જીએસટી લાગુ કરવાનો ફેંસલો સરળ નહોતો. અગાઉની સરકારોએ જીએસટી પર માત્ર ચર્ચા કરી હતી પરંતુ જેટલી હિંમત દર્શાવી તેને લાગુ કર્યો. આ પહેલા 1991માં અર્થતંત્રને લઈ ઉદારીકરણનો મોટો ફેંસલો લેવામાં આવ્યો હતો. જીએસટી નાણાકીય ક્ષેત્રમાં સુધારાને લઈ સૌથી મોટું પગલું છે. જેને લાગુ કરવાને લઈ અરૂણ જેટલીને હંમેશા યાદ કરવામાં આવશે.



જનધન યોજનાઃ પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આજે દેશમાં 35.59 કરોડથી વધારે લોકોના ખાતા ખુલ્યા છે. મોદી સરકારે આ યોજનાની શરૂઆત 2014માં કરી હતી અને તેને સફળ બનાવવામાં જેટલીનું મહત્વનું યોગદાન છે. જેટલીને સફળ રણનીતિના કારણે આજે મોદી સરકારે તેને યોજનાની મોટી ઉપલબ્ધી ગણાવે છે.



આયુષ્માન ભારતઃ મોદી સરકાર આયુષ્માન ભારત યોજનાને મોટી સફળતા ગણાવે છે. સમગ્ર વિશ્વમાં તેની પ્રશંસા થઈ રહી છે. જેટલીએ 2018-19નું બજેટ રજૂ કરતી વખતે આ યોજનાની શરૂઆત કરાવી હતી. આ યોજનાએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે સંજીવનીનું કામ કર્યું. યોજના અંતર્ગત આવતા પરિવોને 5 લાખ રૂપિયાનો કેશલેસ વીમો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજના લાગુ કરવામાં જેટલીની મોટી ભૂમિકા હતી.



સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ જેટલીએ બજેટમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના ઘણી સફળ રહી છે. મોદી સરકારની આ યોજનાને ગરીબ પરિવારોએ હોંશે હોંશે સ્વીકારી. આઝે પણ લોકો તેમની દીકરીના ભવિષ્ય માટે આ યોજના સાથે જોડાય છે. આ યોજનાને બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત લોન્ચ કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ તેમની 10 વર્ષથી નાની થોકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત માત્ર રૂપિયા 250 જમા કરાવીને એકાઉન્ટ ખોલાવી શકે છે. જ્યારે પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત થશે ત્યારે જેટલીને યાદ કરાશે.

અરૂણ જેટલીનું ગુજરાત સાથે છે આ ખાસ કનેકશન, જાણો વિગતે

લાંબી બિમારી બાદ મોદી સરકારના પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીએ લીધા અંતિમ શ્વાસ