શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નવ નેતાઓ આજે પ્રથમવાર જમ્મુ કાશ્મીર જશે. તેની વચ્ચે એવા અહેવાલ સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીર વહિવટી તંત્રએ વિપક્ષ નેતાઓને શ્રીનગર શહેરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ તમામ નેતાઓને શ્રીનગર એરપોર્ટથી પરત મોકલવામાં આવશે. તંત્રએ રાહુલ ગાંધીને અપીલ કરી છે કે તેઓ હાલમાં શ્રીનગરની પ્રવાસ ટાળવામાં આવે.
રાહુલ ગાંધીની સાથે ગુલામ નબી આઝાદ, સીપીઆઇના ડી રાજા, સીપીઆઇ (એમ)ના સીતારામ યેચુરી, ડીએમ ટી શિવા, એનસીપીના માજિદ મેમન, આરજેડીના મનોજ ઝા સામેલ છે. રાહુલ ગાંધી સહિત તમામ નેતા ત્યાની પરિસ્થિતિનું નીરિક્ષણ કરશે અને સ્થાનિક નેતાઓ સિવાય લોકો સાથે પણ મુલાકાત કરશે.
આ અગાઉ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યુ હતું કે, વિપક્ષી નેતાઓએ કાશ્મીર જવાની મંજૂરી આપવી જોઇએ. રાહુલ ગાંધીએ રાજ્યપાલ મલિકને સંબોધિને ટ્વિટ કર્યું હતું કે, તે વિપક્ષના નેતાઓ સાથે જમ્મુ કાશ્મીર અને લદાખ આવવાનું આમંત્રણ સ્વીકાર કરવા માંગે છે.
રાહુલ ગાંધીએ કહ્યુ- સરકારના આર્થિક સલાહકારોએ પણ માન્યુ અર્થવ્યવસ્થાની સ્થિતિ ગંભીર
મંદી દૂર કરવા નાણામંત્રી સીતારમણની મોટી જાહેરાત, બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપશે સરકાર
રાહુલ ગાંધી આજે શ્રીનગર જશે કે નહીં ? જમ્મુ કાશ્મીર પ્રશાસને શું કરી અપીલ ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Aug 2019 10:28 AM (IST)
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વિપક્ષના નવ નેતાઓ આજે પ્રથમવાર જમ્મુ કાશ્મીર જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -