- આર્મી એર ડિફેન્સ (એએડી)
- સિન્ગલ્સ કોર
- એન્જીનિયર્સ રેજીમેન્ટ
- આર્મી એવિએશન કોર
- ઈએમઈ
- એએસસી ( આર્મી સર્વિસ કોર)
- ઓર્ડનેન્સ કોર
- ઈન્ટેલીજન્સ કોર
- જજ એડવોકેટ જનરલ ( લીગલ બ્રાન્ચ- આ બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટના આદેશથી અગાઉથી જ મહિલાઓને પરમનેન્ટ કમનીશ મળેલું હતું.
- એજ્યુકેશન કોર
સેનામાં મહિલાઓને મળશે સ્થાયી કમિશન, રક્ષા મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jul 2020 06:56 PM (IST)
હવે સેનામાં મહિલાઓ 20 વર્ષથી વધુ સમય સુધી પોતાની સેવા આપી શકશે અને કર્નલ રેન્ક સુધી પહોંચીને યૂનિટની કમાન પણ સંભાળી શકશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રક્ષા મંત્રાલયે ગુરુવારે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાની મંજૂરી આપતું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેના હેઠળ હવે મહિલાઓને સેનાની 10 કોમ્બેટ સપોર્ટ આર્મ્સમાં સ્થાયી કમિશન મળી શકે એટલે કે 20 વર્ષથી વધુ સમય સુધી પોતાની સેવા આપી શકશે અને કર્નલ રેન્ક સુધી પહોંચીને યૂનિટની કમાન પણ સંભાળી શકશે. ભારતીય સેનાના પ્રવક્તા, કર્નલ અમન આનંદ અનુસાર, હાલમાં જે અસ્થાયી કમિશન પ્રાપ્ત મહિલાઓ સેનામાં કાર્યરત છે, તેમના માટે એક બોર્ડ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ બોર્ડનું ઈન્ટરવ્યૂ પાસ કરવા શોર્ટ સર્વિસ કમિશનથી સેનામાં પસંદગી પામેલી મહિલાઓ સ્થાયી કમિશન પ્રાપ્ત કરી શકશે. રક્ષા મંત્રાલયની નવી અધિસૂચના પ્રમાણે થલસેનાની દસ વિંગ એવી છે. જેમાં હવે મહિલાઓ સ્થાયી કમિશન પ્રાપ્ત કરી શકશે.