જયપુર: જયપુરની એક કોર્ટે આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ થયેલી ફરિયાદને એસઓજી પાસે મોકલવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજસ્થાન પોલીસને જે ફરિયાદની તપાસના આદેશ આપ્યા છે, તેમાં ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટી કૌભાંડ મામલામાં ગજેન્દ્ર સિંહ શેખાવત સામેલ હોવાનો આરોપ લાગ્યો છે.
આ ઘટનાક્રમ કૉંગ્રેસના તે આરોપોની વચ્ચે સામે આવ્યો છે, કે અશોક ગેહલોતની સરકારને પાડવામાં શેખાવત સામેલ છે. એસઓજીએ તે ઓડિયો ક્લિપ્સની તપાસ મામલે મંત્રીને અગાઉથી જ નોટિસ આપી છે, જેમાં કથિત રીતે કૉંગ્રેસના ધારાસભ્યને લાલચ આપવાના પ્રયાસનાં સંકેત મળ્યા છે.
સંજીવની ક્રેડિટ કો- ઓપરેટિવ સોસાયટી કૌભાંડમાં ફરિયાદમાં શેખાવતની સાથે તેમની પત્ની અને અન્યના નામ પણ સામેલ છે. આ કૌભાંડમાં હજારો રોકાણકારોએ કથિત રીતે 900 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એસઓજીની જયપુર યુનિટ આ કૌભાંડની તાપસ કરી રહી હતી. આ સંબંધમાં ફરિયાદ 23 ઓગસ્ટ, 2019ના રોજ નોંધવામાં આવી હતી.
ક્રેડિટ કૉ-ઓપરેટિવ સોસાયટી કૌભાંડ: જયપુરની કોર્ટે ગજેન્દ્ર શેખાવત વિરુદ્ધ ફરિયાદ મામલે તપાસના આપ્યા નિર્દેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2020 04:14 PM (IST)
જયપુરની એક કોર્ટે આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગજેન્દ્ર સિંહ શેખાવત વિરુદ્ધ થયેલી ફરિયાદને એસઓજી પાસે મોકલવાના નિર્દેશ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -