નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં એનસીપી, શિવસેના અને કોગ્રેસની સરકાર રચવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના એક વ્યક્તિએ આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મહારાષ્ટ્રમાં રહેતા એસ આઇ સિંહે ચૂંટણી બાદ એનસીપી, કોગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વિરુદ્ધ અરજી કરી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે અપીલ કરવામા આવી છે કે તે ગવર્નરને નિર્દેશ આપે કે તે જનાદેશ વિરુદ્ધ કોગ્રેસ અને એનસીપીને સરકાર બનાવવાનું આમંત્રણ આપે નહીં.


નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બંન્નેમાં મુખ્યમંત્રીને લઇને સહમતિ ન બનતા શિવસેનાએ એનસીપી અને કોગ્રેસના સમર્થનથી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.