નવી દિલ્લી: સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને તેના પરિવાર વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ હોવાની અરજી દાખલ કરનાર વકીલ વિશ્વનાથ ચતૂર્વેંદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી સીબીઆઈને આ મમાલામાં દખલગીરી કરવાની માંગ કરી છે. આ ફરિયાદ પર કોર્ટ જલ્દીથી સૂનવણી કરશે.


ચતુર્વેદીએ પોતાની અરજીમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ 2007માં સીબીઆઈને તેમને દ્ધારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા કહ્યું હતું. સીબીઆઈએ પ્રાથમિક તપાસમાં ઉકેલ લાવવાની વાત કરી હતી. તેમ છતાં નિયમિત રીતે કેસ દાખલ કરવામાં આવ્યો નહોતો.

આ આખો મામલો મુલાયમ સિંહ યાદવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ, કન્નૌજના લોકસભા સાંસદ ડિંપલ યાદવ અને મુલાયમના બીજા પુત્ર પ્રતિક યાદવ વિરુદ્ધ છે. વિશ્વનાથ ચતુર્વેદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, આ તમામ લોકોની સંપત્તિ તેમની આવક કરતાં વધુ છે.