પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરુવારે સતત બીજા દિવસે વધારો થયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 84.70 રૂપિયા પ્રતિ લિટર હતું જ્યારે મુંબઈમાં 91.32 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દિલ્હીમાં બે દિવસમાં પેટ્રોલ 50 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું. ઓઈલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલની કિંમત દિલ્હી અને મુંબઈમાં 25 પૈસા જ્યારે કોલકાતામાં 23 પૈસા અને ચેન્નઈમાં 22 પૈસા પ્રતિ લિટર વધારી હતી. જ્યારે ડીઝલની કિંમત દિલ્હી અને કોલકાતામાં 25 પૈસા જ્યારે મુંબઈમાં 26 પૈસા અને ચેન્નઈમાં 24 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે.
કિંમતમાં વધારાના મામલે દિલ્હી પેટ્રોલ 84.70 રૂપિયા પ્રતિ લીટરની નવી ઉચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઇમાં ડીઝલની કિંમત નવી ઉચ્ચ સપાટી પર પહોંચી ગયું છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ 84.70 રૂપિયા, 86.15 રૂપિયા, 91.32 રૂપિયા અને 84.70 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત પણ વધીને દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશઃ 74.88 રૂપિયા, 78.47 રૂપિયા, 81.60 રૂપિયા અને 80.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
2018માં રેકોર્ટ સપાટીએ ભાવ પહોંચ્યા હતા
આ પહેલા ચાર ઓક્ટોબર 2018ના રોજ ચાર મહાનગરોમાં પેટ્રોલનો ભાવ રેકોર્ડ ઉચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. આ દરમિયાન દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં ક્રમશઃ 84 રૂપિયા, 85.80 રૂપિયા, 91.34 રૂપિયા અને 87.33 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ હતી. દિલ્હી, કોલકાતા અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ નવી ઉંચાઇ પર પહોંચી ગયો હતો જ્યારે મુંબઇમાં નવી ટોચની નજીક છે. મુંબઈમાં ચાર ઓક્ટોબર 2018ના રોજ પેટ્રોલ 91.34 રૂપિયા પ્રતિ લિટરની સર્વોચ્ચ સપાટી સુધી ગયો હતો.