અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 83.92 રૂપિયા પર પહોંચ્યો છે તો ડિઝલનો ભાવ 82.71 રૂપિયા થયો છે. જેની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડી રહી છે. માર્ચના મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 17 રૂપિયા અને ડીઝલના ભાવમાં લગભગ 14 રૂપિયા જેટલો વધારો થયો છે. તેની સાથે જ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે.
જાણો મુખ્ય મેટ્રો શહેરમાં કેટલી છે કિંમત
આઈઓસીએલ તરફથી મળેલી જાણકારી અનુસાર આજે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં એક લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત આ છે.
શહેર ડીઝલ પેટ્રોલ
દિલ્હી 77.13 86.95
કોલકાતા 80.71 88.30
મુંબઈ 83.99 93.49
ચેન્નઈ 82.33 89.39
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.