આજની સવાર જનતા માટે વધુ એક માઠા સમાચાર લઈને આવી છે. જેમાં આજે ફરી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી ભાવ વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે. અને સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે રાજ્યમાં ભાવનગર શહેરમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. નવા ભાવ વધારા સાથે ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 100.22 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે.
આ જુલાઈ મહિનામાં પેટ્રોલમાં નવમી વખત ભાર વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં વધારાનું એક કારણ તેના વપરાશમાં વધારો પણ છે. શુક્રવારે બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર જુલાઈના પ્રથમ 15 દિવસમાં પેટ્રોલનું વેચાણ વધીને 10.3 લાખ ટન થઈ ગયું છે જે 2019ના સમાન ગાળા કરતાં 3.44 ટકા વધારે છે.
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
શહેર | પેટ્રોલ (રૂપિયા/લિટર) | ડીઝલ (રૂપિયા/લિટર) |
શ્રીગંગાનગર | 113.21 | 103.15 |
અનૂપપુર | 112.78 | 101.05 |
પરભણી | 110.13 | 98.18 |
ભોપાલ | 110.20 | 98.67 |
જયપુર | 108.71 | 99.02 |
મુંબઈ | 107.83 | 97.45 |
દિલ્હી | 101.84 | 89.87 |
ગુજરાતના અન્ય આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.81 રૂપિયા પર પહોંચી ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.85 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 97.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.32 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.57 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.
જો કે રાજ્યમાં પ્રમિયમ પેટ્રોલનીકિંમત પણ પ્રતિ લિટરે 102.47 રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજ્યમાં પેટ્રોલના કુલ વેચાણમાં પ્રિમિયમ પેટ્રોલનો હિસ્સો અંદાજે ત્રણથી ચાર ટકા જ છે. પરંતુ તેના થકી કંપનીઓ તગડી કમાણી કરી રહી છે. કારણ કે લીટર દીઠ એડેટિવ્સના 50 પૈસાના ખર્ચ સામે તેઓ સાદા પેટ્રોલની તુલનાને લીટર દીઠ પાંચ રૂપિયા જેટલી રકમ વસુલી રહ્યાં છે.