covid vaccine:અમેરિકી વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા શોધ અનુસાર પહેલી વખત બંને કોરોના વાયરસ વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના કોવિડ વેક્સિન પ્રભાવી છે. આ સ્ટડી લેબ આધારિત સ્ટડીમાં એનઆઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનાઇયૂ લોંગોન સેન્ટર દ્વારા કરવામા આવી હતી. 


અમેરિકા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ શોધ અનુસાર ભારતમાં પહેલી વખત ઓળખાયેલ બે કોરોના વેરિયન્ટ સામે ફાઇઝર અને મોર્ડના વેક્સિન અસરદાર હોવાનું સામે આ્યું છે. આ લેબ આધારિત સ્ટડી એેનવાઇયૂ ગ્રોસમેન સ્કૂલ ઓફ મેડિસિન અને એનવાઇયૂ લેગોન સેન્ટર દ્રારા કરવામાં આવી હતી. સ્ટડીનુ તારણ છે કે, ફાઝઝર અને મોર્ડના કંપનીની વેક્સિન કોરોનાની લડત સામે પૂરી રીતે કારગર છે. આ બંને કંપની વેક્સિન લીધા બાદ સંક્રમણથી બચી શકાય છે. 



શોધકર્તાએ જણાવ્યુંકે, ફાઇઝર અને મોર્ડના વેક્સિન કોવિડ સામે લડવામાં કારગર હથિયાર છે. બંને કંપનીની વેક્સિનથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે. તેમણે જણાવ્યું કે, પહેલી ડોઝ લીધાના 2 સપ્તાહ બાદ શરીરમાં ઇમ્યુન સિસ્ટમ વિકસિત થાય છે. આ સાથે જો સંક્રમિત થાય તો પણ લોકો જલ્દી રિકવર થઇ જાય છે. મહામારીના સમયમાં આ એક રાહત ભર્યું રિસર્ચ છે. 


 


18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 44 લાખ 53 હજાર 149 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોના વાયરસની મહામારીના નવા કેસમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોનાનાના નવા 1 લાખ 27 હજાર 510 નવા કેસ આવ્યા છે. મોટી વાત એ છે કે દેશમાં છેલ્લી વખત કોરોનાના એક લાખ 27 હજારથી ઓછા કેસ 13 એપ્રિલના રોજ આવ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના એક લાખ 26 હજાર કેસ નોંધાયા હતા. ગઈકાલે કોરોનાથી 2795 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 55 હજાર 287 લોકો ઠીક થયા છે.


ગઈકાલે 27 લાખ 80 હજાર 58 ડોઝ અપાયા


જણાવીએ કે દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસથી 27 લાખ 80 હજાર 58 રસીના ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ કુલ રસીકરણના આંકડા હવે 21 કરોડ 60 લાખ 46 હજાર 638 થઈ ગયા છે. જ્યારે આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં ગઈકાલે કોરોના વાયરસના કુલ 34 કરોડ 67 લાખ 92 હજાર 257 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 19 લાખ 25 હજાર 374 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.


મહારાષ્ટ્રમાં 15077 નવા કેસ સામે આવ્યા


મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીના 15077 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 33000 લોકો ડિસ્ચાર્જ થયા અને 184 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારે કુલ કેસની સંખ્યા 57 લાખ 46 હજાર 892 થઈ ગઈ છે. જ્યારે હવે કુલ એક્ટવિ કેસની સંખ્યા 2 લાખ 53 હજાર 367 છે.