નવી દિલ્હીઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબીયત બગડી છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધોરણ 12ની પરીક્ષાને લઈને આજે થનાર જાહેરાત પણ ટળી શકે છે. જાણકારી અનુસાર તેમણે કોરોના વાયરસને કારણે થનારી મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


જણાવીએ કે, શિક્ષણ મંત્રી નિશંકે 21 એપ્રિલને ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે તે કોરોના સંક્રમિત થયા છે. તેની સાથે જ તેમણે કહ્યું હતું કે, મારા સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરાવી લે. તેમણે એ પણ કહ્યું હતું કે, મંત્રાલયનું કામાકાજ સામાન્ય રીતે ચાલતું રહેશે.


સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ધોરણ 12 ની પરીક્ષા લેવાશે તે નક્કી છે, આશરે  18 થી 20 મહત્વપૂર્ણ વિષયોની  પરીક્ષા લેવાશે.  પરીક્ષા કેન્દ્રોની સંખ્યા બેગણી કરવામાં આવશે.  જે ઉમેદવારોની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, પરીક્ષા કેન્દ્રોમાં પોસ્ટ કરાયેલા શિક્ષકો, કર્મચારીઓને પ્રાધાન્યતાના આધારે રસી આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર કોવિડ પ્રોટોકોલની વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા હોલમાં ઉમેદવારોની સંખ્યા પણ ઓછી હશે.