પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને ગહ્યું કે, ‘દાવોઃ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT)ને ટાંકીને મીડિયા રિપોર્ટમાં દાવો છે કે, કેન્દ્ર સરકારે આગામી વર્શ સુધી પગાર વધારો અટકાવી દીધો છે.’ જ્યારે પીઆઈબીએ ટ્વી કર્યું કે, 'Fact Check : આદેશ અનુસાર વાર્ષિક પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (એપીઆર) પૂરો કરવા અને સમયમર્યાદા વિસ્તરણ સંબંધિત છે, પગાર વધારા સંબંધિત નહીં. રિપોર્ટમાં ખોટો તથ્યોની વ્યાખ્યા કરવામાં આવી છે.
તમને જણાવીએ કે સોમવારે જુદા જુદા ન્યૂઝ પોર્ટલો પર એક સમાચાર પ્રકાશિત થયા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ (DoPT)એ એક ઓર્ડર બહાર પાડ્યો છે. આ ઓર્ડર અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના વાર્ષિક પરફોર્મન્સ એસેસમેન્ટ રિપોર્ટ (APAR)ને પૂરો કરવાની સમય મર્યાદા વધારવામાં આવી ચે. તેને વધારીને માર્ચ 2021 સુધી કરવામાં આવી છે. એટલે કે કર્મચારીઓને 2020માં ઇન્ક્રીમેન્ટ નહીં મળે.