નવી દિલ્હીઃ ગલવાણ ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલ ઘર્ષણના બે મહિનામાં એક અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે ગલવાન ખીણમાં ચીન અને ભારતીય જવાનોની વચ્ચે હિંસક અથડામણ દરમિયાન ઘાયલ થયેલ 42 વર્ષના બિશન સિંહનું મોત થયું છે. વાયરલ મેસેડમાં જાણીતા અખબારની વેબસાઈટના અહેવાલનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દાવો કરવામાં આવ્યો છે.

જોકે ભારત સરકારે આ દાવને ફગાવી દીધો છે. સૂચના પ્રસારણ મંત્રાલયના ટ્વીટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે આ દાવાને ફગાવી દેતા કહ્યું કે, બિશન સિંહના મોતનું કારણ ઇજા ન હતું. લેહની સૈનિક હોસ્પિટલમાં બિશન સિંહની સારવાર ચાલી રહી હતી. 6 ઓગસ્ટે તેમને ચંદીગઢની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હલવલાદર સિંહ મૂલ પિથૌરગઢના બંગપાનીના રહેવાસી હતા. રવિવારે 16 ઓગસ્ટે હલ્દ્વાની, નૈનીતાલમાં રાનીબાગમાં તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આપવી.


પીઆઈબીએ કહ્યું કે, બિશન સિંહનું મોત અન્ય સ્વાસ્થ્ય કારણોથી થયું છે. તેમનું મોત ગલવાણ ખીણમાં ચીન સૈનિકો સાથે ઘર્ષણ બાદ ઇજાને કારણે મોત નથી થયું. પીઆઈબીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ ઘટાના સંબંધિત જાણકારી આપી છે.