નવી દિલ્લી: પાન બહારના વિજ્ઞાપનમાં દેખાઈ રહેલા હોલીવુડના દિગ્ગજ અભિનેતા પિયર્સ બ્રોસનન ભારતમાં પોતાની છબિ ખરાબ થતાં ઘણ દુખી છે. બ્રોસનને સ્પષ્ટતા કરી કે તેમને જણાવવામાં આવ્યું હતું કે પાન બહારમાં કેંસર જેવી બિમારીઓ કરનારા કોઈ તત્વો નથી.
જેમ્સ બોંડનું પાત્ર ભજવી ચૂકેલા અભિનેતા પિયર્સ બ્રોસનને કહ્યું કે પાન બહારના નામે મારી સાથે દગો થયો છે. હું એ લોકોની દિલથી માફી માગું છું જે મારા કારણે દુખી થયા છે. પાન બહાર કંપનીએ મારી સાથે કરેલા કોંટ્રાક્ટના નિયમોનું ઉલ્લઘન કર્યુ છે. કંપનીએ મને ખોટી રીતે તેમની દરેક પ્રોડક્ટનો બ્રાંડ એમ્બેસેડર બતાવ્યો છે. હું કંપની પાસે માગ કરું છું કે તે મારી તમામ તસવીરો તેમની પ્રોડક્ટ પરથી હટાવે. અને એ પણ જાહેર કરે કે હું જેની જાહેરાત કરી રહ્યો હતો તે અંગે મને જાણ નહોતી કે ભારત નકારાત્મક પ્રતિક્રિયા આપશે.
બ્રોસનને માફી માગવાની સાથે એ પણ સ્પષ્ટ કર્યુ કે તેમણે કંપનીની માત્ર એક જ પ્રોડક્ટ માટે વિજ્ઞાપન કરવાની હા પાડી હતી. અને આ પ્રોડક્ટ અંગે મને કોઈ જાણકારી આપવમાં આવી હતી કે આ એક નેચરલ પ્રોડક્ટ છે.. આમા ન તો સોપારી, તમાકુ કે અન્ય કોઈ એવો પદાર્થ નથી જેથી સ્વાસ્થને નુક્સાન થાય.
ઉલ્લેખનીય છે કે પિયર્સ બ્રોસનની છબિ આખી દુનિયામાં એક દિગ્ગજ અભિનેતાની છે. 1995થી 2002 વચ્ચેની બોંડ સીરિઝમાં ચાર ફિલ્મો ‘ગોલ્ડન આય’, ‘ટુમોરો નેવ ડાઈ’, ‘ધ વર્લ્ડ ઈન નોટ ઈનફ’, અને ‘ડાઈ અનધનર ડે’માં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી હતી.
આ પછી જ્યારે તેમને પાન બહાર જેવી તમાકુ પ્રોડક્ટ બનાવતી કંપનીના બ્રાંડ એમ્બેસેડરના રૂપે રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમની ટીકા થઈ. હાલ બ્રોસનન ભારત વાસીઓની માફી માગી પોતાનો પક્ષ સ્પષ્ટ કરી રહ્યા છે.