પટના: બિહારના ઉપ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને લગ્ન માટેના 44 હજાર પ્રસ્તાવ આવ્યા છે. દેશના મોસ્ટ એલિજેબલ અને હોટ બેચલર તેજસ્વી યાદવને છોકરીઓએ વ્હોટ્સપ પર પોતાના ફિગર, કલર અને હાઈટની સાથે લગ્નના પ્રસ્તાવ મોકલ્યા છે.


સરકાર દ્વારા રસ્તાઓની ખરાબાની જાણકારી આપવા માટે એક વ્હોટ્સઅપ નંબર જાહેર કર્યો હતો પરંતુ આ નંબર પર રસ્તાની જાણકારીના બદલે તેજસ્વીના લગ્ન માટેના પ્રસ્તાવ આવવા લાગ્ય હતા. છેલ્લા ત્રણ મહિનામાં 44 હજાર મેસેજ આવ્યા છે, જેમાં લગ્નના પ્રસ્તાવ છે. ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પીડબલ્યૂડી મંત્રી પણ છે.

આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના બંને પુત્ર તેજસ્વી અને તેજપ્રતાપ નીતિશ સરકારમાં કેબીનેટ મંત્રી છે અને બંને કુંવારા છે. અવારનવાર બંને નેતાના લગ્નની વાતો ચર્ચામાં આવતી હોય છે. જે રીતે ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવને લગ્નની ઓફર મળી છે, જેના કારણે પરિવાર અને તેજસ્વી યાદવ પોતે ચકિત છે.

લગ્નના જે પ્રસ્તાવ આવ્યા છે જેમાંથી ધણાએ પોતાના ફિગર વિશેની વાત કરી છે તો ધણાએ પોતાની રાજનીતિક મહત્વકાંક્ષાની વાત કરી છે. બાયોડેટા મોકલી એ પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન થાય તો તેને શું રાજનીતિક ફાયદો પણ થશે.