સરકારના આ નિર્ણય વિરુદ્ધ શુક્રવારે દાખલ અરજી પર 11 મેના રોજ સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. અરજીમાં ચાર મેના એ નોટિફિકેશનને રદ કરવાની અપીલ કરવામાં આવી છે. જનહિત અરજી દાખલ કરનારા વકીલ લલિત વલેચાએ સરકારના આ નિર્ણયને મનસ્વી ગણાવ્યો છે.
નોંધનીય છે કે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે દિલ્હી સરકારે દારૂ ખરીદવા માટે નવી વ્યવસ્થા શરૂ કરી છે. લોકડાઉનના ત્રીજા તબક્કા વચ્ચે લોકોને કેટલીક છૂટ મળી છે. જેમાં દારૂ પર લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. બાદમાં લોકોની ભીડ દારૂની દુકાન પર લાગી હતી. ભીડને ઓછી કરવા માટે દિલ્હી સરકારે ઇ-ટોકન જાહેર કર્યા છે.