પીડિત પતિનું કહેવું છે કે તેની પત્નીની ઘણા દિવસોથી વર્તન યોગ્ય ન હોવાના કારણે તેની દેખરેખ રાખી હતી. આ દરમિયાન ખબર પડી કે તેની પત્ની શહેરના નામચીન લોકોને છોકરીઓ સપ્લાઈ કરી સેક્સ રેકેટ ચલાવે છે. બંને વચ્ચે મારપીટ થયા બાદ પીડિત પતિએ પત્નીની વિરૂદ્ધમાં પોલીસ અધિક્ષકને કેસની ફરિયાદ કરતા તેની અશ્લીલ વોટ્સએપ ચેટ સહિત તસવીરો પોલીસને સોંપી હતી. ફરિયાદ મળતા એસપી જય પ્રકાશે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
પૂરાવા તરીકે વોટ્સએપ ચેટ અને બીજા લોકોની પાસે મોકલવામાં આવેલી છોકરીઓની તસવીરો રજૂ કરવામાં આવી છે. પીડિત પતિનું કહેવું છે કે તેની પત્ની કેટલી માસુમ જિંદગીને બરબાદ કરી રહી છે. કેટલી માસુમ છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હોટલો અને અમીર લોકો સુધી પહોંચાડી છે. આ કેસ સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
પીડિત પતિનો આરોપ છે કે તેના લગ્ન 2006માં થયા હતા. બે બાળકો એક દિકરો અને એક દિકરી છે. તે બહાર રહી નોકરી કરતો હતો. કોરોના કાળમાં ઘરે આવ્યો તો ખબર પડી કે પત્ની રોજ રાત્રે મોડી ઘરે આવતી અને ઘણા દિવસો સુધી બહાના બનાવી ઘરથી ગુમ રહેતી. આ બધુ જોઈ તે પરેશાન થયો, પુછપરછ કરી તો ઝગડા શરૂ થયા.
પતિનું કહેવું છે કે તેની પત્નીનો ફોન લઈ ચેક કર્યો તો ખબર પડી કે તે સેક્સ રેકેટ ચલાવે છે. પતિનું કહેવું છે કે આ મામલે ફરિયાદ કર્યા બાદ તેની પત્ની તેના સાથીઓ સાથે મળી જીવથી મારી નાખવાની ધમકી આપે છે.