નવી દિલ્હી: રેલવે મંત્રી પીયૂષ ગોયલને નાણામંત્રાલયનો વધારો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અરુણ જેટલી હાલમાં અમેરિકામાં સારવાર લઇ રહ્યાં હોવાથી પીયૂષ ગોયલને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. એવામાં પહેલી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ પણ પીયૂષ ગોયલ જ રજૂ કરશે. વડાપ્રધાન મોદીની સલાહ પર પીયૂષ ગોયલને નાણામંત્રાલની વધારોની જવાબદારી સોંપવામાં આવી છે.
જ્યાં સુધી અરૂણ જેટલીની તબિયત સોરી ના થઈ જાય ત્યાં સુધી નાણામંત્રાલય અને કૉર્પોરેટ મામલાના મંત્રાલયના વિભાગો પીયૂષ ગોયલ સંભાળશે. જ્યારે આ દરમિયાન અરુણ જેટલી કોઈ મંત્રાલય સંભાળશે નહીં તેઓ માત્ર મંત્રી તરીકે રહેશે.