Independence Day 2021: 75માં સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે વડાપ્રધાન મોદીને દેશની દીકરીઓને મોટી ગિફ્ટ આપી છે. પીએમે લાલ કિલ્લા પરથી જાહેરાત કરી કે દેશની તમામ સૈનિક સ્કૂલોના દરવાજા હવે છોકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે. દેશમાં હાલમાં 33 સૈનિક સ્કૂલો સંચાલિત છે. ખાસ વાત છે કે, આ સ્કૂલમાં ભણ્યા પછી દેશની દીકરીઓ દેશની સેનામાં સરકારી નોકરી મેળવી શકશે.
પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એક ખુશી દેસવાસીઓને શેર કરી રહ્યો છું. મને લાખો દીકરીઓનો સંદેશ મળ્યો હતો કે તે પણ સૈનિક સ્કૂલમાં ભણવા માંગે છે, તેમના માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલવામાં આવશે. બે-અઢી વર્ષ પહેલા મિઝોરમની સૈનિક સ્કૂલમાં પહેલીવાર દીકરીઓના પ્રવેશ આપવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે સરકારે નક્કી કર્યુ છે કે દેશની તમામ સૈનિક સ્કૂલને દેશની દીકરીઓ માટે પણ ખોલી દેવામાં આવશે.
સૈનિક સ્કૂલનો સંચાલન સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે, જે રક્ષા મંત્રાલયના પ્રશાસનિક નિયંત્રણ અંતર્ગત આવે છે. સૈનિક સ્કૂલોની સ્થાપનાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછી ઉંમરમાં જ ભારતીય સશસસ્ત્ર દળોમાં પ્રવેશ કરવામાં માટે તૈયાર કરવાનો હતો.
ભારતના સપના અને આકાંક્ષાઓને પુરી કરવા કોઇ વાંધો વચ્ચે નહીં આવી શકે- મોદી
પીએમ મોદીએ કહ્યું- 21મી સદીમાં ભારતની સપનાઓ અને આકાંક્ષાઓને પુરી કરવાથી કોઇ પણ વાંધો રોકી નથી શકતો. અમારી તાકાત અમારી ચીવટતા છે, અમારી તાકાત અમારી અકજૂથતા છે. અમારી પ્રાણશક્તિ, રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમની ભાવના છે. આ જ સમય છે, યોગ્ય સમય છે, ભારતનો અનમોલ સમય. કંઇક એવુ કરો જે કરી ના શકો, કંઇક એવુ ના હોય જે મેળવી ના શકો, તમે ઉઠી જાઓ, તમે જોડાઇ જાઓ, પોતાના સામર્થ્યને ઓળખો, પોતાના કર્તવ્યને જાણો, ભારતનો આ અનમોલ સમય છે, આ જ સમય છે, યોગ્ય સમય છે.
હવે આપણે સેચુરેશનની તરફ જવાનુ છે- પીએ મોદી
મોદીએ કહ્યું કે, હવે આપણે સેચૂરેશનની તરફ જવાનુ છે, સો ટકા ગામડામાં રસ્તાંઓ હોય, સો ટકા પરિવારોની પાસે બેન્ક એકાઉન્ટ હોય, સો ટકા લાભાર્થીઓની પાસે આયુષ્યમાન ભારતનુ કાર્ડ હોય, સો ટકા પાત્ર વ્યક્તિઓની પાસે ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન હોય.