નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડાઈ માટે પીએમ કેર્સ ફંડ (PM CARES Fund Trust) માંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  જેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.


પીએમઓ દ્વારા આપેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 3100 કોરોડ રૂપિયામાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે 1000 કરોડ રૂપિયાનો ઉપયોગ પ્રવાસી મજૂરોના કલ્યાણ માટે કરવામાં આવશે અને 100 કરોડ રૂપિયા વેક્સીન બનાવવા પર ખર્ચ કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ મંગળવારે દેશને સંબોધન કર્યું હતું અને તે દરમિયાન 20 લાખ કોરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ ઉપરાંત લોકડાઉન લંબાવવાની પણ વાત કરી હતી.