નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો આપવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સીતારમણે દેશના ગરીબ, નાના ઉદ્યોગો અને કરદાતાઓ માટે શ્રેણીબદ્ધ છૂટછાટની જાહેરાત કરી હતી.

દેશના કરદાતાઓને મોટી રાહત આપતા, નાણામંત્રીએ TDS અને TCSના દરોમાં 25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેનાથી 50 હજાર કરોડની રકમ લોકોને ઉપલબ્ધ થશે. ટીડીએસમાં ઘટાડો આવતીકાલ (14 મે) થી 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે.

નિર્મલા સિતારમણઃ MSME માટે કરી મોટી જાહેરાત; TDS, ઇનકમ ટેક્સ અને EPFમાં મળી રાહત, જુઓ ફૂલ વીડિયો





આ ઉપરાંત નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20ના ઈનકમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની તારીખ લંબાવીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે.