નવી દિલ્હીઃ ભારતની મોદી સરકારે આપીએમ દક્ષ પોર્ટલ અને એપની શરૂઆત કરી છે. જેનો હેતુ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા સફાઈકર્મીઓ માટે કૌશલ વિકાસ યોજનાઓને સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી ડો. વીરેંદ્ર કુમાર પીએમ દક્ષ પોર્ટલ અને પીએમ દક્ષ મોબાઈલ એપ લોન્ચ કરી હતી. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડીને આ અંગે જાણકારી આપવામાં આવી છે.  


શું છે પીએમ દક્ષ યોજના


સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા વર્ષ 2020-21થી પ્રધાનમંત્રી દક્ષતા અને કુશળતા સંપન્ન હિતગ્રાહી (પીએમ-દક્ષ) યોજના લાગુ કરાઈ છે.ય આ યોજનાના અંતર્ગત ગ્રુપોને કૌશલ વિકાસ પ્રશિક્ષણ કાર્યક્રમ, એપ સ્કિલિંગ અને રિ-સ્કીલિંગ પ્રોગ્રામ, શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ, લોંગ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેંટ પ્રોગ્રામ (EDP) ઉપલબ્ધ કરાવાશે. જેમાં પીએમ દશ્ર પોર્ટલ અને એપ ઘણી મદદગાર સાબિત થશે.


આ યોજનામાં પોર્ટલ અને એપની ભૂમિકા


સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે એનઈજીડીના સહયોગથી પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને સફાઈ કર્મીઓના લક્ષિત ગ્રુપો માટે કૌશલ વિકાસ યોજના આસાન બનાવવા માટે આ પોર્ટલ અને એપ લોન્ચ કરી છે. આ માધ્યમથી ઉપરોક્ત વર્ગના યુવાઓ વધારે આસાનાતી સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગનો લાભ ઉઠાવી શકશે.


કોઈ પણ વ્યક્તિ પીએમ દક્ષ પોર્ટલ પર જઈને સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ સંબંધિત જાણકારી એક જ સ્થળ પર મેળવી શકે છે. આ ઉપરાંત એક જ ક્લિકથી કોઈપણ વ્યક્તિ તેની નજીકમાં સ્કીલ ડેવલપમેંટ ટ્રેનિંગ અંગે જાણકારી મેળી શકે છે અને સરળતાથી ખુદ ટ્રેનિંગ માટે રજિસ્ટર્ડ કરી શકે છે.


આ પોર્ટલની મુખ્ય વિશેષતા અનુસૂચિત જાતિ, પછાત વર્ગ અને સફાઈ કર્મીઓ માટે સ્કીલ ડેવલપમેંટ સંબંધિત તમામ સૂચનાઓની ઉપલબ્ધતા, ટ્રેનિંગ અને રજિસ્ટ્રેશનની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાની છે. ટ્રેનિંગ દરમિયાન ચહેરા તથા આંખના સ્કેનિંગના માધ્યમથી ઉપસ્થિતિ નોંધાવવાની સુવિધા તથા ફોટો અને વીડિયો ક્લિપના માધ્યમથી દેખરેખની સુવિધા પણ આ એપ પર છે.