નવી દિલ્લીઃ જાપાનના પ્રવાસેથી પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ગોવાનો પ્રવાસ કરશે. ઉત્તર ગોવામાં તેઓ ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને ટુઈમ ઈલેક્ટ્રોનિંક સિટીનો શીલાન્યાસ કરશે. અહીં બમ્બોલિમ ગામમાં આવેલા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં એક સાર્વજનિક કાર્યક્રમ પણ થશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના ચુંટણી અભિયાનની શરુઆત પણ અહીંથી જ કરી હતી. પ્રધાનમંત્રી અહી એક જનસભા કરશે. ઉત્તર ગોવામાં જે એરપોર્ટ બનવાનું છે તેના કરાર બેંગાલુરુ સ્થિત બીએમઆર એરપોર્ટ સાથે થયા છે. આ કંપની આખુ એરપોર્ટ બનાવશે. અને તેનું આગામી 40 વર્ષ સુધી સંચાલન પણ કરશે. અહીં એરપોર્ટ બનવાથી 25000 લોકોને નોકરી મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
આવતા વર્ષે પાંચ રાજ્યોમાં ચુંટણી યોજાવાની છે તેમા ગોવાનો પણ સમાવેશ થાય છે. ગોવામાં 40 વિધાનસભાની સીટ માટે ચુંટમી આવતા વર્ષે યોજાશે. PM આ ગોવા પ્રવાસને ચુંટણી પ્રચારના ભાગ તરીકે જોવામાં આવી રહ્યું છે.