નવી દિલ્હીઃ દેશ આજે 72મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ માટે રાજધાની દિલ્હીમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીના સંબોધન સ્થળ લાલ કિલ્લા અને રાજધાનીના મહત્વપૂર્ણ સ્થળો પર સુરક્ષીના ચાંપતા બંદોબસ્ત વચ્ચે દિલ્હી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ દરમિયાન બધાની નજર વડાપ્રધાન મોદીના ભાષણ પર ટકેલી છે. પીએમ મોદીએ આજે પાંચમી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. જે બાદ લોકોને સંબોધન કર્યું હતું. 82  મિનિટના ભાષણમાં મોદીએ કહ્યું કે, 2022 સુધીમાં ભારતનો કોઈપણ નાગરિક અંતરિક્ષમાં જઈ શકશે.


લાલ કિલ્લા પરથી મોદીએ કેસરી પાઘડીમાં કર્યું સંબોધન, પાંચેય વખત પહેરી છે અલગ અલગ પાઘડી, જાણો વિગત

- સંકલ્પ સાથે દેશવાસીઓના તમામ સપનાં પૂરા થશે

- દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે

- એવરેસ્ટ પર તિરંગો લહેરાયો છે, પુત્રીઓએ એવરેસ્ટ પાર કર્યો છે

- સંસદ સત્ર સામાજિક ન્યાયને સમર્પિત

લાલ કિલ્લા પરથી PM મોદીએ પાંચમી વખત કેટલી મિનિટ કર્યું સંબોધન, જાણો ક્યારે કર્યું હતું સૌથી લાંબુ ભાષણ

- 2014માં લોકોએ ન માત્ર નવી સરકાર બનીવી પરંતુ દેશને બનાવવાનું પણ કામ કર્યું

- ભારત દેશની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા, જેમને ભારતની ઈકોનોમીમાં રિસ્ક દેખાતું હતું આજે તે સંસ્થાઓ દેશને છઠ્ઠી સૌથી મોટું અર્થતંત્ર માની રહ્યા છે

- આજે વિશ્વ કહી રહ્યું છે કે ભારત મલ્ટી ટ્રિલિયન ડોલર ઈન્વેસ્ટમેન્ટનું સ્થળ બની ગયું છે

- દેશના વૈજ્ઞાનિકોએ 100થી વધારે સેટેલાઇટ છોડ્યા છે. હેવ દેશનો વ્યક્તિ માનવ સહિત અંતરિક્ષમાં જવાનો લક્ષ્ય છે

ગુજરાતના 29 પોલીસને રાષ્ટ્રપતિ એવોર્ડ, જાણો કોને-કોને મળ્યો એવોર્ડ

- વર્ષ 2022 સુધી કે તે પહેલા એટલે કે આઝાદીના 75માં વર્ષમાં ભારતના અનેક નાગરિકો અંતરિક્ષમાં જશે. તેના હાથમાં તિરંગો ઝંડો ફરકાવશે. તેની સાથે જ ભારત માનવને અંતરિક્ષમાં મોકલનારો દેશ બની જશે

- આજે ભારતની વાત દરેક જગ્યાએ સાંભળવામાં આવે છે. સમગ્ર વિશ્વ કહે છે સૂતેલો હાથી જાગી ગયો છે

- REFORM, PERFORM, TRANSFORMના મોડલ પર ચાલીને અમે ઘણું કામ કર્યું છે

સુરેન્દ્રનગરમાં CM રૂપાણીએ કર્યું ધ્વજવંદન; જાણો કઈ-કઈ કરી નવી જાહેરાતો

- આજે આપણા દેશમાં 65 ટકા લોકો 35થી ઓછી ઉંમરના છે. તેથી સમગ્ર વિશ્વની નજર આપણા ઉપર છે

- 125 કરોડ ભારતવાસીઓ ટીમ ઈન્ડિયા છે

- દેશને આગળ વધારવા કણ-કણ જરૂરી, દેશમાં અનાજનું રેકોર્ડ ઉત્પાદન

દેશભક્તિ, જોશ અને શોર્યઃ લાલ કિલ્લા પર આ રીતે મનાવાયો આઝાદીનો જશ્ન

- કૃષિને આધુનિક બનાવવાની સમયની માંગ છે. અમે કૃષિનું આધુનિકરણ કરવા માંગીએ છીએ.

- બજારથી બજાર સુધીના અભિગમથી અમે કૃષિ ક્ષેત્રમાં રિફોર્મ લાવી રહ્યા છીએ

- પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાનની શરૂઆત થશે. જેનાથી 10 કરોડ પરિવારને લાભ મળશે, 25 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં આ યોજના લાગુ થશે

- સરકારી યોજનાઓને ખોટા હાથમાં જતી રોકીને 90 કરોડ રૂપિયા બચાવ્યા. દેશમાં 5 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા

- ગરીબોનો હક છીનવતાં નકલી કારોબારીઓનો વેપાર અમે બંધ કર્યો. કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારને ખતમ કરવાના અભિયાનમાં લાગી છે

- 2013 સુધી 4 કરોડ લોકો ટેક્સ ભરતાં હતા આજે પોણા સાત કરોડ લોકો ટેક્સ ભરે છે. દેશ ઈમાનદારીનો ઉત્સવ મનાવી રહ્યો છે

આનંદીબેન પટેલને રાજ્યપાલ તરીકે બીજા ક્યા રાજ્યનો હવાલો સોંપાયો, જાણો વિગત

- દેશમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં 3 મહિલા જજની નિમણૂક થઈ. અમારી કેબિનેટમાં મહિલાઓને ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે

- ઘરથી લઈ રમત ગમતમાં મહિલાઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. સશસ્ત્ર સેનામાં મહિલાઓને કાયમી નોકરી આપવામાં આવશે

- ત્રણ તલાકની કુપ્રથાના કારણે મુસ્લિમ મહિલાઓને અન્યાયનો સામનો કરવો પડે છે, સરકાર તેને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે

- બળાત્કારનો શિકાર બનેલી દીકરીને જેટલી પીડા થાય છે, તેનાથી અનેકગણી અમને થાય છે. આ રાક્ષસી મનોવૃત્તિથી દેશને મુક્ત કરાવવો પડશે.

દેશની ટોપ 10 સૌથી ધનવાન મહિલાઓમાં નીતા અંબાણી નથી, જાણો કોનો કોનો સમાવેશ?

- આગામી થોડા મહિનામાં જમ્મુ-કાશ્મીરના લોકોને તેમનો મત આપવાનો અધિકાર મળશે.

- અમે ગોળી અને ગાળના રસ્તા પર નથી ચાલતા, ગળે લગાવીને આગળ વધવા માંગીએ છીએ

- એક ભારત, નવું ભારત બનાવવાનું છે

આજે સવારે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર દેશવાસીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સ્વતંત્રતા દિવસના શુભ અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન. જય હિંદ