પીએમ મોદીએ કહ્યું, અમારી નવી સરકારે 100 દિવસ પૂર્ણ કરી શતક લગાવ્યું છે. આ શતકમાં ધાર પણ છે અને રફતાર પણ છે. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે પાછલી સરકારોના કાર્યકાળમાં મહારાષ્ટ્ર ઝડપથી આગળ નહોતું વધી શક્યું. પીએમ મોદીએ કહ્યું, જ્યારે લોકસભા ચૂંટણી ચરણસીમાએ હતી, ત્યારે હું અહીં સભા કરવા માટે આવ્યો હતો. ત્યારેથી અહીંની રેલીએ ભાજપની લહેરને વાવઝોડામાં ફેરવી દીધી છે. આ રેલી અગાઉ કરતા પણ ઘણી મોટી છે.
પીએમ મોદીએ કહ્યું કેંદ્રમાં નવી સરકારના પ્રથમ શતકમાં દેશ, સમાજ અને દુનિયામાં નવા ભારતના દ્રષ્ટિકોણની ઝલક છે. પડકાર સામે ટક્કર લેવાની તાકાત, વિકાસનો જોશ અને ભારતની વૈશ્વિક તાકાતનો સંદેશ પણ છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગુરુવારે નાસિકમાં મહાજનાદેશ યાત્રાની સમાપન રેલીને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાજનાદેશ યાત્રા અહેમદનગરથી શરૂ કરી હતી. આ પહેલા 7મી સપ્ટેમ્બરે પીએમ મોદી મુંબઈ અને ઔરંગાબાદ ગયા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.