નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણ મામલે પ્રધાનમંત્રી મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યોને કહ્યું આર્થિક ગતિવિધિઓ ફરી પાટા પર પરત ફરી રહી છે, પરંતુ તેને વધુ ઝડપી કરવાની જરૂર છે.

પીએમ મોદીએ દેશના લોકોને અપીલ કરી હતી કે માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર ન નીકળવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચોક્કસ પાલન કરવું. પીએમ મોદીએ કહ્યું, માસ્ક પર વધારે ભાર આપવું જરૂરી છે. માસ્ક વગર ઘર બહાર નીકળવાની કલ્પના કરવી પણ યોગ્ય નથી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ભારતમાં મોટી આબાદી છતાં પણ કોરોના વિનાશકારી સાબિત થયો નથી અને દેશમાં રિકવરી રેટ 50 ટકાથી ઉપર છે. આપણે કોરોનાને જેટલું રોકી શકીશું, તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે, આપણા ઓફિસો ખુલશે, માર્કેટ ખુલશે, ટ્રાન્સપોર્ટના સાધનો ખુલશે અને તેટલીજ રોજગારીની નવી તક પણ બનશે.

પીએમ મોદીએ કહ્યું કે, લોકલ પ્રોડક્ટ માટે જે રીતે ક્લસ્ટર બેસ્ડ રણનીતિની ઘોષણા કરવામાં આવી છે, તેનો લાભ પણ તમામ રાજ્યોને થશે. તેના માટે એ જરૂરી છે કે છે, આપણે તમામ બ્લોક, તમામ જિલ્લામાં એવા પ્રોડક્સનની ઓળખ કરી, જેમની પ્રોસેસિંગ કે માર્કેટિંગ કરવા, એક ઉત્તમ પ્રોડક્ટ આપણે દેશ અને દુનિયાના બજારમાં ઉતારી શકીએ છીએ.