નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેની વચ્ચે મધ્યપ્રદેશના ટનકપુરમાં તૈનાત એક બીએસએફ અધિકારી કોરોના પોઝિટીવ મળ્યા છે. જેના બાદ અધિકારીઓના સંપર્કમાં આવેલા 50 જેટલા જવાનોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, 57 વર્ષીય બીએસએફ અધિકારી કોરોના પોઝિટિવિ મળ્યા છે. તેઓ ટેકનપુરમાં તૈનાત હતા. હાલમાં જ આ અધિકારીના પત્ની લંડનથી આવ્યા હતા. કહેવાય છે કે અધિકારીના પત્નીથી તેમને ચેપ લાગ્યો છે. બીએસએફના આ અધિકારીની સારવાર માટે સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



આ અધિકારી 15 થી 19 માર્ચની વચ્ચે એડીજી, આઇજી રેન્કના અધિકારીઓની સાથે કેટલીય બેઠક કરી ચૂકયા છે. હવે તમામ ઓફિસરોને ક્વારેન્ટાઇન કરાયા છે અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીએસએફના એક જવાન મુંબઇમાં કોરોનાથી પીડિત છે.