નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરૂવારે શપથ લીધા એ પછી શુક્રવારે ખાતાંની ફાળવણી કરાઈ હતી. મોદી સરકારની પ્રાયોરિટી આતંકવાદ અને દેશની સુરક્ષા છે. દેશના સંરક્ષણને લગતી બાબતોમાં સર્વોચ્ચ કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી (સીસીએસ) મનાય છે.



ખાતાંની ફાળવણીમાં મહત્વનાં ચાર ખાતાં મોદીએ પોતાના વિશ્વાસુ માણસોને આપ્યાં છે. આ કારણે કેબિનેટ કમિટી ઓન સીક્યુરિટી (સીસીએસ)માં ચારેય માણસો મોદીના વિશ્વાસુ હશે. સીસીએસમાં વડાપ્રધાન સિવાય સંરક્ષણ પ્રધાન,ગૃહ પ્રધાન વિદેશ પ્રધાન અને નાણાં પ્રધાન એમ ચાર ટોચના પ્રધાનો હોય છે.



મોદીએ કરેલી ખાતાંની ફાળવણી પછી નરેન્દ્ર મોદી (વડાપ્રધાન), નિર્મલા સીતારામન (નાણાં મંત્રાલય), રાજનાથસિંહ (સંરક્ષણ મંત્રાલય), અમિત શાહ (ગૃહ મંત્રાલય) અને એસ. જયશંકર (વિદેશ મંત્રાલય) એચાર પ્રધાનો દેશની સુરક્ષા અંગેના નિર્ણય લેશે.