PM મોદી, અમિત શાહ અને રાષ્ટ્રપતિએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના, જાણો વિગતે
abpasmita.in | 24 Aug 2019 08:14 AM (IST)
દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
નવી દિલ્હીઃ દેશભરમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગુજરાતમાં ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથને આવકારવા તેઓ થનગની રહ્યા છે. વિદેશ પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જન્માષ્ટમીના પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને શુભકામના પાઠવી છે. અમિત શાહે પણ ટ્વિટ કરી જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, એકનું મોત