Assembly Election Results 2023: પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી દિલો વચ્ચેના અંતરને ખતમ કરવાની સાથે નવી વિચારસરણીનું પ્રતિબિંબ છે. હવે નોર્થ ઈસ્ટ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. આ એક નવો યુગ અને નવો ઈતિહાસ રચવાની ક્ષણ છે. ચૂંટણી જીતવા કરતાં પણ વધુ મને એ વાતનો સંતોષ છે કે પીએમના કાર્યકાળ દરમિયાન તેમણે વારંવાર ઉત્તર પૂર્વમાં જઈને લોકોના દિલ જીત્યા. આપણા કેટલાક શુભચિંતકો એવા છે કે જેમને ચિંતા છે કે ભાજપની જીતનું રહસ્ય શું છે? પરિણામો આવ્યા ત્યાં સુધી મેં ટીવી જોયું નથી અને એ પણ જોયું નથી કે ઈવીએમને ગાળો ભાંડવાની શરુ થઈ કે નહીં.
અમે ચૂંટણીમાં મોટો બદલાવ જોયો - પીએમ
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ત્રિપુરામાં એવી હાલત હતી કે એક પાર્ટી સિવાય બીજી પાર્ટીનો ઝંડો પણ ફરકાવી શકાતો ન હતો. જો કોઈએ તેને લગાવવાનો પ્રયાસ કરતા તો તેને લોહીલુહાણ કરવામાં આવતા. આ વખતે આ ચૂંટણીઓમાં આપણે કેટલું મોટું પરિવર્તન જોયું છે. હવે આપણે ઉત્તરપૂર્વને નવી દિશામાં આગળ વધતા જોઈ રહ્યા છીએ.
આ પૂર્વોત્તરના નાગરિકોનું સન્માન છે - પીએમ
પીએમ મોદીએ કહ્યું કે મોબાઈલ ફોન દ્વારા તમે જે પ્રકાશ ફેલાવ્યો છે, તે પૂર્વોત્તરના નાગરિકો માટે સન્માનની વાત છે, પૂર્વોત્તરની દેશભક્તિનું સન્માન છે, પ્રગતિના પંથે આગળ વધવું સન્માનની વાત છે. આ પ્રકાશ તેના સન્માનમાં છે, તેના ગૌરવમાં છે. હું આપ સૌનો આભાર માનું છું.
ભાજપના સમર્થનથી મેઘાલયમાં સરકાર બનાવે તેવી સંભાવના
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં બહુમતીનો આંકડો 31 છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. જોકે NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બની રહી છે. ગત ચૂંટણીમાં ભાજપ એનપીપી સાથે ગઠબંધન કરીને સરકારમાં હતી. જો આ વખતે પણ બંને પક્ષો ગઠબંધન કરશે તો મેઘાલયમાં પણ ભાજપની સરકાર આવશે.