નવી દિલ્હી: સોમવારે દિલ્લી હાઈકોર્ટેની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ લોકોને સંબોધિત કર્યા હતા. કૉલેજિયમને લઈને સુપ્રીમ કોર્ટ અને કેંદ્ર વચ્ચે ચાલી રહેલા તણાવને હલ કરવાની કોશિશ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું ખૂબ જ ગંભીર માહોલ બનેલો છે, 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, થોડા હસો. પ્રધાનમંત્રીએ કહ્યું કોર્ટ જવાનું ક્યારેય સૌભાગ્ય નથી મળ્યું, પરંતુ સાંભળ્યુ છે ત્યા ગંભીરતાથી કામ થાય છે. હાઈકોર્ટના 50 વર્ષ પૂર્ણ થયા છે દરેક વ્યક્તિનું યોગદાન રહ્યું છે. ચા બનાવનારાનું પણ એક યોગદાન છે. પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતા કહ્યું પટેલે એક માટા આંદોલનને દિશા આપી છે. દેશ તેમને નમન કરે છે.


હાઈકોર્ટેની ગોલ્ડન જ્યૂબેલી પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે કેંદ્ર સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલા ટકરાવ પર બોલવાનું ટાળ્યું હતું.