નવી દિલ્લી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને એઈમ્સમાં દાખલ કરાયા છે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બિમાર હોવાનું કહેવામાં આવ્યું છે. એઈમ્સના ડોક્ટરોનું કહેવું છે કે રૂટિન ચેકઅપ માટે તેઓને એડમિટ કરવામાં આવ્યા છે. વાજપેયીને એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાની દેખભાળ હેઠળ રાખવામાં આવ્યા છે. સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી ખબર અંતર પૂછવા માટે એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદી 55 મિનીટ સુધી એઈમ્સ હોસ્પિટલમાં રોકાયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમની સાથે કેંદ્રીય મંત્રી જેપી નડ્ડા પર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના ખબરઅંતર પુછવા માટે એઈમ્સ પહોંચ્યા હતા.
આ પહેલા ખબર સામે આવી હતી કે તેમને રાત્રે 8 વાગ્યા સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. વાજપેયીનું રૂટીન ચેકઅપ અને મેડિકલ તપાસ એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સાત વર્ષથી અટલ બિહારી વાજપેયીનું રૂટિન ચેકઅપ એમ્સમાં થાય છે. પૂર્વ પીએમ વાજપેયી વર્ષ 2009થી બીમાર છે અને તેમને હલન-ચલન માટે વ્હીલચેયરનો ઉપયોગ કરવો પડે છે.