નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું વિપક્ષ પાર્ટીઓ પાસે મોદી હટાવો સિવાય બીજો કોઈજ એજન્ડા નથી. તેમણે કહ્યું વર્તમાન વિપક્ષી દળના ગઢબંધનની તુલના 1977 અને 1989માં બનેલા ગઠબંધન સાથે કરવું યોગ્ય નથી. 1977માં ગઠબંધનનો ઉદ્દેશ્ય માત્ર લોકતત્રને બચાવવાનો હતો. જે કટોકટીના કારણે ખતરામાં હતું.

સ્વરાજ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “આજના ગઠબંધનનો હેતુ રાષ્ટ્ર હિતમાં નથી પણ પોતાના અસ્તિત્વ બચાવવા અને પાવર પોલિટિક્સ માટે છે. તેઓએની પાસે મોદી હટાવવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી.”

પીએમ મોદીએ કહ્યું, "કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બનીને રહી ગઈ છે. તે માત્ર પંજાબ, પુડુચેરી અને મિઝોરમમાં છે. દિલ્હી, આંધ્ર પ્રદેશ, સિક્કિમની વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ નથી. ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ કોંગ્રેસની તાકાત વિશે બધાને ખબર છે.

તેમણે વધુમાં કહ્યું "દેશ કોંગ્રેસના ગઠબંધન વિશે જાણે છે. 1988માં કોંગ્રેસના પંચમઢી સંમેલનમાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઠબંધનને 'થોડાક દિવસો માટેની વાત કહી હતી. ત્યારે કોંગ્રેસ ઇચ્છતી હતી કે એક પાર્ટીની સત્તા હોય, પંચમઢીના ઘમંડ પછી કોંગ્રેસ ગઠબંધન માટે ઘરે ઘરે ફરી રહી છે. મોદીએ કહ્યું, કોંગ્રેસ 'અસ્તિત્વની લડાઇ' લડી રહ્યું છે. દેશની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. કોંગ્રેસ પ્રાદેશિક પાર્ટી બની ગઇ છે.''