કોણ છે ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદે રાજકારણમાં બહુ લાંબી પાળી રમી છે. તેમનો જન્મ જન્મુ 7 માર્ચ 1949માં કાશ્મીના નાનકડા ગામ સોટીમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમની ગામની પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું. તેમણે જમ્મુની G.G.M સાયન્સ કોલેજમાં સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ઉપરાંત તેમણે શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીમાંથી ઝૂલોજીની ડિગ્રી મેળવી.
રાજકિય સફર
- તેઓ 1973થી કોંગ્રસમાં જોડાયા તેમણે બ્લોક કોંગ્રેસ કમિટીના સચિવ સેક્રેટરી તરીકે ફરજ બજાવી.
- 1980માં ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરના યુથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા
- 1980માં તેઓ સાતમી લોકસભાની ચૂંટણી જીત્યા અને સંસદ સભ્ય બન્યા
- 1982માં તેઓ ન્યાય અને કંપનીના મામલે કેન્દ્રીયમંત્રીના કેબિનેટમાં સામેલ થયા
- 2005 માં તેઓ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા
- 2008માં ફરી વિધાનસભાની ચૂંટણી જિત્યા
- 2009માં સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ મંત્રી બન્યા
- 2014માં કેન્દ્રીય જળ સંશોધન મંત્રી બન્યા.
- તેઓએ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકોસભાની ચૂંટણી જીતી છે.