PM Modi Cabinet Expansion: 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રીઓએ લીધા શપથ, 36 નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ
મોદી મંત્રીમંડળમાં 43 સાંસદો મંત્રી તરીકેના શપથ લેશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના બે મંત્રીને પ્રમોશન મળશે. દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો. મહેન્દ્ર મુંજપરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે.
મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 36 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા જ્યારે સાત વર્તમાન રાજ્યમંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. આઠ નવા ચહેરાઓને પણ કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
એલ મુરુગનને પણ મોદી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી એલએલએમ અને પીએચડી કર્યું છે. બાદમાં 45 વર્ષીય નિશિત પ્રમાણિકે શપથ લીધા હતા. તેઓ પશ્વિમ બંગાળના કૂચ બિહારથી ભાજપ સાંસદ છે. તે સિવાય શાંતનુ ઠાકુર, મુંજપરા મહેન્દ્રભાઇ, જોન બારલા, રાજકુમાર રંજન સિંહ, ભારતી પ્રવીણ પવાર અને બિશેશ્વર ટુડૂએ શપથ લીધા હતા.
પ્રતિમા ભૌમિક ત્રિપુરાથી પ્રથમવાર ભાજપના સાંસદ બન્યા છે. તેમણે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તે સિવાય પશ્વિમ બંગાળથી ભાજપના સાંસદ સુભાષ સરકારે પણ મંત્રીપદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ 64 વર્ષના ભાગવત કિશનરાવ કરદે પણ શપથ લીધા હતા.
ગુજરાતના ખેડાથી ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ મોદી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે મંત્રીપદના શપથ લીધા હતા. તે સિવાય કર્ણાટકના બીદરથી ભાજપના સાંસદ ભગવંત ખુબાએ પણ શપથ લીધા હતા. મહારાષ્ટ્રના ભિવંડીથી ભાજપના સાંસદ કપિલ મોરેશ્વર પાટિલે પણ શપથ લીધા હતા.
ઝારખંડના કોડરમાથી ભાજપના સાંસદ અન્નાપૂર્ણા દેવીએ શપથ લીધા હતા. તેઓ 2019માં પ્રથમવાર સાંસદ બન્યા હતા. બાદમાં એ નારાયણસ્વામીએ મંત્રીપદના શપથ લીધા હતા. યુપીના મોહનલાલ ગંજથી ભાજપ સાંસદ કૌશલ કિશોરે પણ શપથ લીધા હતા. તેઓ અમિત શાહના નજીકના મનાય છે.
40 વર્ષના અપના દળની નેતા અનુપ્રિયા પટેલે શપથ લીધા હતા. અનુપ્રિયા પટેલ મિર્ઝાપુરના સાંસદ છે. તેઓને ફરીવાર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એનડીએના સહયોગી દળોના ત્રણ નેતાઓએ શપથ લઇ ચૂક્યા છે.
હિમાચલના હમીરપુરથી સાંસદ અનુરાગ ઠાકુરે શપથ લીધા હતા. હાલમાં તે રાજ્યકક્ષાના નાણામંત્રી હતા. તે સિવાય 56 વર્ષના પંકજ ચૌધરીએ પણ શપથ લીધા હતા. પંકજે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ગેજ્યુએશન કર્યું છે.
ભૂપેન્દ્ર યાદવ, પરષોત્તમ રૂપાલા અને જી કિશન રેડ્ડીએ મંત્રી પદના શપથ લીધા હતા.
લોકસભાના સાંસદ આરકે સિંહે પણ મંત્રીપદના શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ હરદીપ પુરીએ શપથ લીધા હતા. તે સિવાય મનસુખ માંડવિયાએ પણ મંત્રીપદના શપથ લીધા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજિજૂ, રાજકુમાર સિંહને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા.
ચિરાગ પાસવાનના કાકા અને પશુપતિ પારસે કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. આ અગાઉ કોગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રામચંદ્ર પ્રસાદ સિંહે મંત્રી પદના શપથ લીધા હતા.
ડોક્ટર વિરેન્દ્ર કુમારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. વિરેન્દ્રકુમાર ટિકમગઢથી સાંસદ છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ મંત્રીપદના શપથ લીધા હતા. રાણે છ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ છે.
બ્રેકગ્રાઉન્ડ
મોદી મંત્રીમંડળમાં 43 સાંસદોનો મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. 43 સાંસદો મંત્રીપદના શપથ લેશે. ગુજરાતમાંથી ખેડાના લોકસભાના સભ્ય દેવુસિંહ ચૌહાણ, સુરતનાં લોકસભાનાં સભ્ય દર્શનાબેન જરદોશ અને સુરેન્દ્રનગરથી લોકસભાના સભ્ય ડો. મહેન્દ્ર મુંજપરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -