(વિકાસ ભદૌરિયા)
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ તમામ ચૂંટણી વાળા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું છે કે તેમની રેલીમાં આવવાના બદલે અલગથી રેલી કરે. વધુમાં વધુ રેલી કરીને મહત્તમ મતદારો સુધી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પહોંચી શકે તે માટે પીએમ મોદીએ આમ કહ્યું છે.
પીએમ મોદીએ આજે તમામ મુખ્યમંત્રીઓને કહ્યું કે, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા અને મણિપુરમાં બીજેપીની સરકાર છે. અહીંયાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી મોદીની રેલીમાં આવવાના બદલે અલગથી રેલી કરે.
આજથી પીએમ મોદીએ ફિઝિકલ રેલીની શરૂઆત કરી છે. પ્રથમ રેલી ઉત્તરપ્રદેશના સહારનપુરમાં છે. જે બાદ ઉત્તરાખંડ અને ગોવામાં ફિઝિકલ રેલીને સંબોધન કરશે. પરંતુ આજ પછી આ રાજ્યોના મુખ્યમંત્રી પીએમની રેલીમાં નહીં આવે પણ અલગથી રેલી કરશે.
રેસલર ખલી ભાજપમાં જોડાયો
પૂર્વ રેસલર ધ ગ્રેટ ખલીએ રાજકીય ઇનિંગ શરૂ કરી છે. તેઓ ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. હિમાચલ પ્રદેશના વતની ધ ગ્રેટ ખલીએ ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે મોદીના રૂપમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે.
ધ ગ્રેટ ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે. તેમણે કહ્યું કે ભાજપમાં જોડાયા બાદ મને સારું લાગે છે. જો મારે પૈસા કમાવવા હોય તો હું અમેરિકામાં જ રોકાઈ ગયો હોત, પરંતુ હું ભારત આવ્યો છું કારણ કે હું દેશને પ્રેમ કરું છું. મેં જોયું છે કે મોદીમાં દેશને યોગ્ય વડાપ્રધાન મળ્યા છે. મેં વિચાર્યું કે શા માટે દેશમાં રહીને હાથ જોડીને દેશને આગળ લઈ જવામાં યોગદાન આપું.