Man Vs Wildમાં હિંદી કેવી રીતે સમજી લેતા હતા ગ્રિલ્સ, વડાપ્રધાન મોદીએ ખોલ્યુ રાજ
abpasmita.in | 25 Aug 2019 02:57 PM (IST)
તમામ લોકોના મનમાં એક જ સવાલ હતો કે આખા શો દરમિયાન વડાપ્રધાન મોદી હિંદીમાં વાત કરતા રહ્યા હતા તો અંગ્રેજી સમજનાર બેયર ગ્રિલ્સ કેવી રીતે તેમની વાત સમજી રહ્યા હતા.

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના જાણીત શો મેન વર્સિસ વાઇલ્ડના સ્પેશ્યલ એપિસોડમાં બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા. શો દુનિયાનો સૌથી ટ્રેડિંગ ટેલિવિઝન ઇવેન્ટ રહ્યો હતો. શોમાં વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સે પોતાના અનુભવો શેર કર્યા હતા. સાથે જ જિમ કાર્બેટ પાર્કમાં એડવેન્ચરનો આનંદ લીધો હતો. શો ટેલિકાસ્ટ થયા બાદ તમામ લોકોના મનમાં એક જ સવાલ હતો કે આખા શો દરમિયાન વડાપ્રધાન મોદી હિંદીમાં વાત કરતા રહ્યા હતા તો અંગ્રેજી સમજનાર બેયર ગ્રિલ્સ કેવી રીતે તેમની વાત સમજી રહ્યા હતા. આ સવાલનો જવાબ વડાપ્રધાને પોતે જ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઘણા લોકો એ જાણવા માંગે છે કે બેયર ગ્રિલ્સને હિંદી કેવી રીતે સમજમાં આવતી હતી. લોકોએ પૂછ્યુ હતું કે શું શો એડિટ કરવામાં આવ્યો હતો અથવા શોને અનેકવાર શૂટ કરવામાં આવ્યો હતો. મારા અને બેયર ગ્રિલ્સ વચ્ચે ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. એક કોરડલેસ ડિવાઇસ બેયર ગ્રિલ્સના કાનમાં અટેચ હતી જે ખૂબ ઝડપથી હિંદીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી રહી હતી. નોંધનીય છે કે 12 ઓગસ્ટના રોજ ટેલિકાસ્ટ થયેલા મેન વર્સિસ વાઇલ્ડને સ્પેશ્યલ એપિસોડ દેશ જ નહી પરંતુ વિદેશમાં ખૂબ જોવામાં આવ્યો હતો. બેયર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, વડાપ્રધાન મોદી સાથે મેન વર્સિસ વાઇલ્ડના એપિસોડે સતાવાર રીતે દુનિયાનો સૌથી ટ્રેડિંગ ટેલિવિઝન ઇવેન્ટ રહી હતી.