PM Modi Filed Nomination: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (14 મે, 2024) ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ફોર્મ ભર્યું હતું. પીએમ મોદીએ અહીં કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું હતું. આ અવસર પર તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના સમર્થક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર રહ્યા હતા.






PM નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલ ભૈરવની પૂજા કરી હતી. ગંગા સપ્તમીના અવસર પર વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કર્યા બાદ તેઓ ક્રુઝ પર સવાર થઇને નમો ઘાટ પહોંચ્યા હતા.






પીએમ મોદી સતત બે વખત જીત્યા


પીએમ મોદીએ વારાણસીથી જ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી. આ વખતે ફરી તેઓ ભાજપની ટિકિટ પર બનારસથી ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં કાશીમાં અનેક દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. નોમિનેશન સ્થળ પર ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.






કોણ કોણ હાજર રહ્યું?


પીએમ મોદીની ઉમેદવારી સમયે સીએમ યોગી આદિત્યનાથ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સીએમ એકનાથ શિંદે પણ હાજર હતા. આ દરમિયાન સુભાસપાના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર પણ હાજર હતા.






કોણે શું કહ્યું?


આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન મોદીની ઉમેદવારી અંગે કહ્યું કે, "આજનો દિવસ ઐતિહાસિક છે, વારાણસી એક પવિત્ર સ્થળ છે. નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી તેમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે.


આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે પીએમ મોદીએ વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. અમે ખુશ છીએ કે અમને આમાં ભાગ લેવાની તક મળી છે. તેમજ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને કહ્યું કે NDAની એકતાથી સમગ્ર દેશને ફાયદો થઈ રહ્યો છે.