Fight for Kurkure: ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ 5 રૂપિયાનું કુરકુરે (Kurkure) બની ગયું છે. જ્યારે પતિએ પત્નીને 5 રૂપિયાનું કુરકુરે (Kurkure) ન અરપાવતાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડો એટલો બધો વધી ગયો કે પત્ની પતિને છોડીને પિયર વઈ ગઈ. પત્નીને કુરકુરે (Kurkure) ખાવાનું પસંદ છે અને પતિએ કુરકુરે (Kurkure) ન અપવતા પત્ની ગુસ્સે થઈ ગઈ અને પત્ની પતિને છોડીને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ. પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો એટલો મોટો થઈ ગયો કે ઝઘડાની ફરિયાદ પોલીસમાં થઈ છે.


શાહગંજની રહેવાસી યુવતીના લગ્ન સદર વિસ્તારમાં વર્ષ 2023માં થયા હતા. પત્નીને કુરકુરે (Kurkure) ખાવાનો શોખ હતો. એવું બન્યું કે જ્યારે પત્નીએ કુરકુરે (Kurkure) માટે વિનંતી કરી, ત્યારે પતિએ તેને કુરકુરે (Kurkure) ન અપાવ્યાં. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. મામલો એટલો વધી ગયો કે મારામારી પણ થઈ ગઈ. જેના કારણે ગુસ્સે ભરાયેલી પત્ની પતિનું ઘર છોડીને માવતરે ગઈ હતી. આ અંગે પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે કેસ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં મોકલી આપ્યો હતો. શનિવારે બંને પક્ષોને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યા હતા. કાઉન્સેલર ડો.સતીશ ખિરવારે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પણ એવું ન થયું.


કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે યુવતીનો પતિ ચાંદીકામનું કામ કરે છે. પત્નીને લગ્ન પહેલા જ કુરકુરો ખાવાની ટેવ હતી. પત્નીએ જણાવ્યું કે તેના પતિએ લગ્નના છ મહિના સુધી તેનું ખૂબ ધ્યાન રાખ્યું, પરંતુ હવે તેનું વલણ બદલાઈ ગયું છે. નાની-નાની માંગ પણ પૂરી કરતા નથી. નાની નાની બાબતો પર ઝઘડો થાય છે. તેણે કહ્યું કે બે મહિના પહેલા જ્યારે તેણે કુરકુરે (Kurkure)ને પાંચ રૂપિયાની કિંમત માંગી તો તેણે ના પાડી દીધી. લડાઈમાં પણ ઉતરી ગયા.


કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે તેમણે પતિ-પત્ની બંનેને સમજાવ્યા છે. કેસમાં આગામી તારીખ આપવામાં આવી છે અને આગામી તારીખે બંને વચ્ચે સમાધાન થાય તેવી શકયતા છે.