નવી દિલ્હી: પુલવામા હુમલાને ધ્યાનમા રાખીને જમ્મુ કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. સરકારે પાંચ મોટા અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે.આ અલગતવાદી નેતાઓમાં મીરવાઈજ ઉમર ફારૂક, અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી અને શબ્બીર શાહ સામેલ છે. નોંધનીય છે કે હુમલા બાદ કાશ્મીર પહોંચેલા કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિહે સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાની જાસૂસી  એજન્સી સાથે સંપર્ક રાખનારા લોકોની સુરક્ષાની સમીક્ષા કરાશે.




સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ અલગતાવાદીઓને પૂરી પાડવામાં આવેલી સુરક્ષા અને બીજા વાહન આજથી પરત લઈ લેવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ અલગતાવાદીને સુરક્ષાદળ કોઈપણ સ્થિતિમાં પૂરું નહીં પાડવામાં આવે. જો તેમને સરકાર તરફથી કોઈ અન્ય સુવિધા આપવામાં આવી છે તો તે પણ તાત્કાલીક અસરથી પરત લેવામાં આવશે.

તેની સાથે જ હવે પોલીસ હેડક્વાર્ટર કોઈ અન્ય અલગતાવાદીને મળેલી સુરક્ષા તથા અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરશે અને તેને પણ તાત્કાલીક પરત લઈ લેવામાં આવશે.