નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 173 કેસ નોંધાઈ ચૂક્યા છે. કોરોના વાયરસના કારણે દેશમાં ચાર લોકોના મોત થયા છે. રાજ્યો દ્વારા 31 માર્ચ સુધીમાં તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને બિનજરૂરી મુસાફરી અને મોટી સભાઓમાં ભેગા ન થાય તે માટે સલાહ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, થોડા દિવસમાં નવરાત્રિનું પર્વ આવી રહ્યું છે. આ શક્તિ ઉપાસનાનું પર્વ છે. ભારત સંપૂર્ણ શક્તિની સાથે આગળ વધે, આ મારી શુભકામનાઓ છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ નવરાત્રિ પર નવ આગ્રહ પણ કર્યા છે.



1. પ્રત્યેક ભારતવાસી સજાગ રહે, સતર્ક રહે, આવનારા કેટલાક સપ્તાહ સુધી. જ્યારે જરૂરી ન હોય તો ઘરની બહાર ન નિકળો.

2. 60થી 65 વર્ષની ઉપરની ઉંમરના વ્યક્તિ ઘરની અંદર રહે.

3. આ રવિવાર, એટલે કે 22 માર્ચે સવારે 7 કલાકથી રાત્રે 9 કલાક સુધી, જનતા કર્ફ્યૂનું પાલન કરો.

4. આપાત સેવામાં જોડાયેલા લોકોને 22 માર્ચની સાંજે 5 કલાકે 5 મિનિટ સુધી આભાર વ્યક્ત કરો.

5. રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ જવાથી બચો, જો સર્જરી ખુબ જરૂરી ન હોય તો તેની તારીખ લંબાવી દો.

6. કોરોના મહામારીથી ઊભી થઈ રહેલા આર્થિક પડકારને ધ્યાનમાં રાખતા, નાણાપ્રધાનના નેતૃત્વમાં સરકારે એક કોવિડ-19 Economic Response Task Forceની રચના કરવાનો નિર્ણય લીધો છે.

7. વેપારી જગત, ઉચ્ચ આવક વાળા વર્ગ પાસે બીજાનું વેતન ન કાપવાનો આગ્રહ

8. દેશવાસીઓને સામાન સંગ્રહ ન કરવાનો આગ્રહ, PM મોદીએ કહ્યું કે, તમામ જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે.

9. આશંકાઓ અને અફવાઓથી બચવાનો આગ્રહ.