નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંકટ પર આગળની યોજના માટે વીડિયો કોન્ફરન્સ પર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે, જ્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે. પરંતુ તેમણે એ પણ કહ્યું હતું કે, જે જિલ્લામાં સ્થિતિ સારી છે ત્યાં છૂટ આપવામાં આવશે. પીએમએ કહ્યું હતું કે, આપણે અર્થવ્યવસ્થાની વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
લોકડાઉનથી અમે હજારો લોકોનો જીવ બચાવ્યો - પીએમ
આ બેઠક પર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉનના કારણે અમે દેશમાં હજારો લોકોનો જીવ બચાવ્યો છે. અમારો ઉદેશ્ય તાત્કાલિક કાર્યવાહી કરવાનો છે.
કોરોના વાયરસની વિરૂદ્ધ લડાઈ ચાલુ રાખવાની છે - PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રાજ્યોના પ્રયત્નોથી રેડ ઝોન સમયની સાથે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવે. આપણે આવા સુધારાઓ કરવા માટે તૈયાર રહેવું જોઈએ જેના કારણે સામાન્ય લોકોનું જીવન સારું બની શકે. આપણે અર્થવ્યવસ્થાને પણ મહત્વ આપવાનું છે પરંતુ તેની સાથે સાથે કોરોના વાયરસની વિરૂદ્ધ લડાઈ પણ ચાલુ રાખવાની છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોના વાયરસનો પ્રભાવ આગામી દિવસોમાં જોવા મળશે. આ માટે આપણે માસ્ક અને ચહેરાનો ઢાંકવું તે જીવનનો એક હિસ્સો બનાવવો જોઈએ. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ અમને સૂચનો આપ્યા છે તેના આધાર પર આર્થિક પડકારોનો સામનો કરીશું અને સ્વાસ્થ્ય સેવાઓને સારી બનાવીશું.
લગભગ મોડા પહોંચ્યા મમતા બેનર્જી
વડાપ્રધાન મોદીની સાથે વીડિયો કોન્ફરન્સમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વીડિયો કોન્ફરન્સમાં લગભગ 10 મીનિટ મોડા પહોંચ્યા હતાં. બિહાર અને બંગાળના મુખ્યમંત્રીએ રાજસ્થાનના કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને ઘરે પરત લાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
લોકડાઉન વધારવા અંગે PM મોદીએ આપ્યા સંકેત, ‘જ્યાં સુધી સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે’
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Apr 2020 04:44 PM (IST)
વડાપ્રધાન મોદીએ કહ્યું કે-આપણે અર્થવ્યવસ્થાની વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -