નવી દિલ્હી: પાકિસ્તાનની હિરાસતમાં IAF પાયલટની વાતની પુષ્ટિ થયા બાદ પીએમ મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સેનાની તૈયારીઓ અને વ્યુહરચના અંગે વિગતે વાત થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાને કોઇપણ પ્રકારની કાર્યવાહી માટે પુરેપુરો છુટો દોર આપવામાં આવ્યો છે.




સૂત્રો અનુસાર, ભારતીય સેનાને કોઈપણ કાર્યવાહી કરવાની છૂટ મળી ગઈ છે. પીએમ મોદી સાથેની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સુત્રોના હવાલે થી જાણવા મળી રહ્યું છે. સાચા સમય અને સાચા સ્થાન પર ભારત પાકિસ્તાનને જવાબ આપશે તેવું પણ સુત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે. પીએમએ રક્ષામંત્રી અને ત્રણેય સેના સાથે બેઠક કરી હતી અને ભારત કોઈ પણ દબાવમાં નહીં તે પણ જાણવા મળ્યું છે. આપને જણાવી દઇએ કે પીએમ મોદીના નિવાસસ્થાને ચાલી રહેલી આ બેઠક આશરે 1.20 કલાક ચાલી હતી જેમાં નક્કી કરાયુ કે ભારત કોઇ પણ દબાણમાં નહિ આવે.



બુધવારે સાંજે આ સંબધિત એક નિવેદન પણ વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડીને કહેવામાં આવ્યુ કે પાયલટ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. અમે પાકિસ્તાન પાસે માંગણી કરીએ છીએ કે ભારતીય વાયુસેનાના એ પાયલટને સુરક્ષિત રીતે પાછો ભારત મોકલી આપે. ભારતે વાયુસેનાના સૈનિકને કોઇપણ પ્રકારનું નુકશાન ન કરવાની તાકીદ પાકિસ્તાનને કરી છે.