લખનઉ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રેદશના બે જિલ્લાનો પ્રવાસ કરશે. પીએમ મોદી પહેલા પ્રયાગરાજ પહોંચશે. તેઓ 11 વાગ્યે અહીં પહોંચશે. પીએમ મોદી 1.10 વાગ્યે ચિત્રકૂટ પહોંચશે. ચિત્રકૂટના ભારતકુપ ખાતે બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. 14849.09 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ એક્સપ્રેસ વે બુંદેલખંડ વિસ્તારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ સમારોહમાં હાજરી આપશે.


બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટ નજીક ભરતકુપથી શરૂ થશે અને બાટા, હમીરપુર, મહોબા અને ઔરૈયા થઈને ઇટાવાના કુદરૈલ ગામની નજીક યમુના એક્સપ્રેસ વેને મળશે. આ રસ્તાથી બુંદેલખંડથી દિલ્હી સુધી પહોંચવામાં ઘણો સમય બચાવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજથી યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ સાથે ભરતકુપ વિસ્તારના ગોંડા ગામના હેલિપેડ પર ઉતરશે અને બુંદેલખંડ એક્સપ્રેસ વેના નિર્માણ સ્થળે પૂજા-અર્ચના કરશે. શિલાન્યાસ બાદ પીએમ મોદી કેટલાક લોકોને પણ મળશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધન કરશે.