PM Modi In USA: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય અમેરિકા મુલાકાતના પ્રથમ તબક્કામાં ન્યુયોર્ક પહોંચ્યા છે. અહીં તેમનો આજે સાંજે 5.30 કલાકે યુએન હેડક્વાર્ટરમાં યોગ કરવાનો કાર્યક્રમ છે. આ સંબંધમાં FIA (ફેડરેશન ઑફ ઇન્ડિયન એસોસિએશન) એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની ઐતિહાસિક મુલાકાત માટે સ્વાગત કરવા માટે ન્યુયોર્કમાં હડસન નદી પર 250 ફૂટ લાંબુ બેનર ફરકાવ્યું છે.
ભારતીય સમય અનુસાર વડાપ્રધાન મોદી મંગળવારે સાંજે 5.30 કલાકે યુએન હેડક્વાર્ટરમાં યોગ સત્રમાં ભાગ લેશે. તેમની મુલાકાતના પહેલા જ દિવસે પીએમ મોદીએ ઘણા અમેરિકન નાગરિકો, થિંક ટેન્ક, શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ, આઇટી અને ટેક સ્પેસ સાથે સંકળાયેલા અનુભવીઓ સાથે વાતચીત કરી. PM મોદીના ન્યૂયોર્ક આગમન પર ત્યાં રહેતા ભારતવંશીઓએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીના ફેન્સ વોશિંગ્ટન-ન્યૂયોર્ક પહોંચશે
અમેરિકાના અનેક વિસ્તારોમાંથી લોકો વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા ન્યૂયોર્ક પહોંચી રહ્યા છે. તેમની એક ઝલક મેળવવા માટે ઘણા પરિવારો કલાકો સુધી મુસાફરી કરીને ન્યૂયોર્ક જઈ રહ્યા છે. આ રાજ્યની મુલાકાત પર PM 23મી જૂને NRI ભારતીયોના સભાને સંબોધિત કરશે. જો કે આ કાર્યક્રમમાં માત્ર 1,000 લોકો જ ભાગ લઈ શકશે.
એલોન મસ્ક પીએમ મોદીને મળ્યા, અનેક મુદ્દાઓ પર કરી વાતચીત
ન્યૂયોર્કની મુલાકાતના પહેલા દિવસે પીએમ મોદીએ અનેક કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત દરમિયાન ટ્વિટરના માલિક, સ્પેસ એક્સ કંપનીના સીઈઓ ઈલોન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને મળ્યા પછી મસ્કે મીડિયાને કહ્યું કે તે પીએમ મોદીના પ્રશંસક છે અને તેમણે પીએમ મોદી સાથે ટકાઉ ઊર્જા સાથે ઘણા મુદ્દાઓ પર લાંબી વાતચીત કરી હતી.
આવતા વર્ષે મસ્ક લેશે ભારતની મુલાકાત
તેમણે કહ્યું કે આવતા વર્ષે તેઓ ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને આ સમય દરમિયાન તે અહીં રોકાણ અને ટેસ્લાના ભવિષ્યની શક્યતાઓ શોધે તે ખૂબ જ સંભવ છે.