2014 લોકસભા ચૂંટણીમાં બીએસપીને 20 ટકા વોટ મળ્યા હતા પરંતુ પાર્ટી રાજ્યમાં ખાતું પણ ખોલાવી શકી નહોતી, જ્યારે એસપીને 22.2 અને બીજેપીને 42.3 ટકા વોટ મળ્યા હતા.
ઉત્તરપ્રદેશમાં એસપી-બીએસપી-આરએલડી વચ્ચે ગઠબંધન થયું છે. જે અંતર્ગત બીએસપી 38 સીટ પર, એસપી 37 સીટ પર અને આરએલડી 3 સીટ પર ચૂંટણી લડશે. રાયબરેલી અને અમેઠીમાં ગઠબંધન ચૂંટણી નહીં લડે.
માયાવતી હાલ સતત પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધી રહી છે. તે ટ્વિટર પર પણ સક્રિય થઈ ગઈ છે અને પોતાની વાત રાખી રહી છે.
હિન્દુત્વ પર ઉઠતા સવાલો પર પ્રિયંકા ગાંધીએ ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરી આપ્યો જવાબ, જુઓ વીડિયો