નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અતુલ્ય ભારત અભિયાનનો ચહેરો હશે. પર્યટન મંત્રાલયે આ અભિયાનમાં અમિતાભ બચ્ચન કે અન્ય કોઈ બોલીવુડ સ્ટારને જોડાવાની યોજના ટાળી છે. આ વર્ષે આમિક ખાનને આ અભિયાનમાંથી દૂર કર્યા બાદ આ સ્થાન ખાલી હતું. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ અભિયાનમાં કોઈ બોલીવુડ સ્ટારને નહી જોડવામાં આવે. વિદેશી પર્યટકોને આર્કષવા માટે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન મોદીના એ વીડિયો ફુટેશનો ઉપયોગ કરવામાં આવશે જેમાં પ્રધાનમંત્રી દેશ અને વિદેશમાં પર્યટન વિશે વાત કરી રહ્યા છે.
અધિકારીએ જણાવ્યું કે મંત્રાલય બે પ્રકારના વીડિયો રેડિયો અને ઓડિયોના ઉપયોગની તૈયારી કરી રહ્યું છે. જેમાં મોદી દેશના જુદા જુદા સ્થળોની વિશિષ્ટતા અને વિવિધતાની વાત કરી રહ્યા છે. આ અભિયાન 40થી 45 દિવસોમાં શરૂ કરવામાં આવશે. ભારતીય પર્યટનની શરૂઆત અનુકૂળ મોસમ અને ક્રિસમસની રજાઓ તેમજ નવા વર્ષના આગમનથી નવેંબરના અંત સુધીમાં ચાલુ થશે. અધિકારીએ જણાવ્યું કે આ અભિયાનનું સંચાલન કરવા માટે એજંસીની તપાસ પ્રકિયા ચાલી રહી છે.
આ પહેલા પર્યટન મંત્રી મહેશ શર્માએ આ ભૂમિકા માટે મોદીના વ્યક્તિત્વના ઉપયોગની વાત કરી હતી. તેમણે કહ્યું હતું અતુલ્ય ભારત અભિયાન માટે મોદી સર્વશ્રેષ્ઠ ચહેરો છે.