નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ આજે 22મી વખત મન કી બાત કરી હતી. આ અવસરે તેમને 9 ઓગસ્ટથી ગરીબ ગર્ભવતી મહિલાઓનું ફ્રી ચેકઅપ અભિયાનની જાહેરાત કરી હતી. અને કહ્યું, 9 તારીખે દેશની ગરીબ ગર્ભવતી મહિલાઓને મફત સારવાર કરવામાં આવશે. તેમને ડૉક્ટરોને અપીલ કરી હતી કે, આ દેશવ્યાપી અભિયાનમાં તેઓ પણ પોતાનું યોગદાન આપે. 9 તારીખે ફરીથી વડાપ્રધાન સુરક્ષિત માતૃત્વ અભિયાનની શરૂઆત કરશે.

પીએમ મોદીએ કહ્યું, નીતિ આયોગ દ્ધારા અટલ ઈંનોવેશન મિશન દ્ધારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અટલ થિંકિંગ લેબની સ્થાપના દેશના તમામ વિદ્યાલયોમાં કરવામાં આવશે. અબ્દુલ કલામજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, નવી પેઢી જેટલું રિસર્ચ, ઈનોવેશનમાં ધ્યાન આપશે, તે તેમની સાચી શ્રદ્ધાંજલિ હશે. પૂર અને વરસાદની ચર્ચા કરતાં તેમને લોકોને ડેંગૂથી સાચવેતી રાખવા સલાહ આપી છે.

તેમને કહ્યું, કોઈ પણ એંટીબાયોટિક લઈને પોતાની જાતને સંકટમાં ન નાંખો, તેમને ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ટીબીને લઈને પણ દેશવાસીઓને અપીલ કરી હતી કે, જેમને આ રોગ છે તે સારવાર અને દવાઓનો પુરો કોર્ષ જરૂર કરો.