નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યુ હતું કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર આઝાદ કરાવવાનું અભિયાન છેડે. રામદેવે જણાવ્યુ હતું કે, ભારતે પાકિસ્તાનને પચાવી પાડેલી વિવાદીત જમીનને  પાછી મેળવવા મજૂબૂત પગલા ભરવા જોઇએ.

રામદેવે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પીઓકેને આઝાદ કરવાનું અભિયાન છેડવું જોઇએ. નવાઝ શરીફ કહે છે કે પાકિસ્તાન કાશ્મીર મેળવીને જ રહેશે. આપણા બાળકો કાશ્મીરને ફક્ત નકશામાં જોવે છે પરંતુ પાકિસ્તાને તેના પર કબજો જમાવી રાખ્યો છે. જ્યારે એક કાયર દેશ મહાન દેશના હિસ્સા પર કબજો જમાવી રાખ્યો છે ત્યારે આપણે ચૂપ રહેવું જોઇએ નહીં.