નવી દિલ્લી: જે લોકોએ હજી સુધી આઈટી રિટર્ન નથી ભર્યુ તેમની માટે રાહતના સમાચાર છે. 31 જુલાઈ સુધીમાં જે લોકો આઈટી રિટર્ન ન ભરી શકે તેમની માટે ઈંકમ ટેક્સ ડિપાર્ટમેંટે સમય મર્યાદા વધારી છે. હવે 5 ઓગસ્ટ સુધીમાં તમે ઈંકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકશો.

જો કે છેલ્લા ઘણા વર્ષોથી એવું થઈ રહ્યું છે કે સરકાર ઈકંમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારી દે છે. અને આ વખતે પણ એવું થયું છે.

જે કર્મચારીઓએ પોતાના એમ્પોલયર પાસેથી ફોર્મ 16 ન લીધુ હોય તો તે લીને રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા પૂરી કરી લેવી.

આ પહેલા અહેવાલો હતા કે જમ્મુ-કશ્મીરની સરકારે ટેક્સ રિટર્ન કરવાની તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી હતી. ઘાટીમાં અશાંતિના કારણે વેપાર અને ઉદ્યોગ સમુદાયને રાહત આપતા રાજ્ય સરકારે 31 ઓગસ્ટ સુધીનો સમય વધાર્યો છે.